GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
___ ખાતેના શિલાલેખો દ્વારા ચોલ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે.

ઉતિરમેરૂર
ઉરૈયુર
તંજાવુર
કાંચીપુરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રીય કટોકટીની અસરો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

કટોકટી દરમ્યાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશ જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે.
આપેલ તમામ
કટોકટી દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે.
રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બિનનિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs) ના મતાધિકાર બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી.
2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે.
3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે.
4. ભારતની બહાર નિમણૂંક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.

માત્ર 3 અને 4
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્વો (elements) ભારતના બંધારણના મૂળભૂત માળખા હેઠળ આવે છે.
1. સમવાય તંત્ર
2. સામાજિક ન્યાય
3. ન્યાય માટેનું અસરકારક પ્રયોજન
4. વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ

માત્ર 1
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
6 સભ્યો : P, Q, R, S, T અને U નું બનેલું ત્રણ પેઢીઓ ધરાવતું કુટુંબ એક વર્તુળાકાર ટેબલ પર ભોજન માટે બેઠું છે. જે પૈકી R, S અને T પુરુષો છે જ્યારે P, Q અને U સ્ત્રીઓ છે. આ કુટુંબમાં 2 પિતા, 2 માતા અને ભાઈ-બહેનની એક જોડ (Pair of siblings) છે. દંપતીઓમાંના પ્રત્યેક સભ્ય એકબીજાની સામે બેઠા છે. ત્રણેય પુરૂષો સાથે બેઠા છે, જે સ્ત્રીઓ માટે પણ સાચું છે. U એ T ની પુત્રવધૂ છે અને તે તેની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. U ની પુત્રી તેણીની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. તો U ના પતિની ડાબી તરફ બીજા સ્થાને કોણ બેઠું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
R અથવા S
P
P અથવા Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
"તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી" ગીત નીચેના પૈકી કઈ ગુજરાતી ફીલ્મનું હતું ?

શેણી વિજાણંદ
દીવાદાંડી
જોગીદાસ ખુમાણ
જેસલતોરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP