GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મિલકતના હક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતો નથી.
આપેલ તમામ
તેને બંધારણીય સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે.
તેના ઉલ્લંઘનના કિસ્સામાં અસર પામેલ (aggrieved person) સીધો વડી અદાલતમાં જઈ શકે પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

મેનકા ગાંધીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલનના કેસમાં ચુકાદાને સમર્થન આપ્યું.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ગોપાલનના કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
શિલ્પ માટેની સામગ્રી તરીકે 'સ્પોટેડ સેન્ડસ્ટોન' કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી ?

મથુરા
અમરાવતી
ગાંધાર
સારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
તખલ્લુસ
I. મુમુક્ષુ
II. વનમાળી
III. સુકાની
IV. મકરંદ
લેખક
a. રમણભાઈ મહિપતરામ નીલકંઠ
b. ઝવેરચંદ મેઘાણી
c. કેશવલાલ ધ્રુવ
d. આનંદશંકર ધ્રુવ

I-d, II-c, III-b, IV-a
I-a, II-c, III-b, IV-d
I-a, II-b, III-c, IV-d
I-d, II-b, III-c, IV-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
નીચે પૈકી કયા બોક્સને નંબર 231 આપેલ છે ?

લાલ
નીલો
વાદળી
નારંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી ?

જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની.
ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા.
તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી.
કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP