કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ‘દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે' પરના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. તે આઠ લેન વાળો એક્સપ્રેસ વે છે. જેને ટ્રાફિક દબાણના આધારે 12 લેન એક્સપ્રેસ વે સુધી લંબાવી શકાય છે. 2. તે હરિયાણાના સોહાનાથી શરૂ થઈને મુંબઈ નજીક મીરા ભાયંદર આસપાસ સમાપ્ત થશે. 3. આ એક્સપ્રેસ વે વન્યજીવોની અવરજવર માટે પ્રાણી ઓવરપાસ પણ ધરાવે છે. 4. આ એક્સપ્રેસ વે માં બે આઈકોનિક આઠ-લેન ટનલનો પણ સમાવેશ થશે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.