GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
એવા બંદરો કે જે નિકાસ માટે વિવિધ દેશોમાંથી લાવવામાં આવતા સમાનના સંગ્રહણ કેન્દ્ર (collection centres) તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય તે ___ તરીકે ઓળખાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અંત્યોદય અન્ન યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ કાર્યક્રમ વર્ષ 2000 માં શરૂ કરવામાં આવ્યો હતો. 2. આ યોજનાનો માપદંડ પ્રત્યેક મહિને કુટુંબ દીઠ 35 kg નો હતો. 3. આ યોજનાના લાભાર્થીઓમાં જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામીણ કારીગરો / હસ્તકલાકારો આવરી લેવાયાં છે. 4. આ યોજના હેઠળ તમામ આદિમજાતિ આદિવાસી પરિવારોને પણ આવરી લેવાયાં છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે. 2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે. ૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. 4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.