GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફ્યુચરીસ્ટીક હાઈ એલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઈટ (Futuristic High Altitude Pseudo Satellite) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. એ એક એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં માનવ સહિત વિમાન સીમાઓની અંદર કામગીરી કરશે અને માનવરહિત વિમાન દુશ્મન ક્ષેત્રમાં પ્રવેશ કરશે. II. તે 700 કિલોમીટરના અંતરે લક્ષ્યાંક પર સીધો પ્રહાર કરી શકે છે અથવા 350 કિલોમીટર સુધી જઈ પરત આવી શકે છે. III. આ ટેકનોલોજીનું નામકરણ કમ્બાઈન્ડ એર ટીમીંગ સીસ્ટમ (CATS) કરવામાં આવ્યું છે. IV. આ ટેકનોલોજી વિકસાવવામાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ ભાગીદાર છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે. 2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે. ૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે. 4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.