GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?
વિસ્તાર - ચક્રવાતનું નામ

ઓસ્ટ્રેલિયા - હરિકેન
ચીન - ટોર્નેડો
હિંદ મહાસાગર - ઉષ્ણકટિબંધીય ચક્રવાત
દક્ષિણ આફ્રિકા - વીલી-વીલી (Willy-Willy)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આધિકૃત રીતે (On record) સૌથી જુના ડી.એન.એ. ___ ના દાંતમાંથી મેળવ્યાં છે.

આફ્રિકન સિંહ
ઓસ્ટ્રેલીયન કાંગારૂ
સાઈબીરીયન પ્રાચીન હાથી (Mammoth)
ભારતીય વાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બ્લુ મુન (Blue Moon) ની ઘટના ___ છે.

જો બીજી પૂર્ણિમા એક કેલેન્ડર વર્ષમાં સતત બે મહિના દેખાય.
આપેલ પૈકી એક પણ નહીં
જો એક જ કેલેન્ડર મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય.
જો પૂર્ણિમા કેલેન્ડર મહિનામાં ત્રણ વાર દેખાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. માલ પૂરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે.
2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના માલ પૂરો પાડનારાઓ માટે GSTની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે.
3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના વ્યવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ.10 લાખ રહી છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
આપેલ પૈકી કોઈ નહીં
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફ્યુચરીસ્ટીક હાઈ એલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઈટ (Futuristic High Altitude Pseudo Satellite) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. એ એક એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં માનવ સહિત વિમાન સીમાઓની અંદર કામગીરી કરશે અને માનવરહિત વિમાન દુશ્મન ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
II. તે 700 કિલોમીટરના અંતરે લક્ષ્યાંક પર સીધો પ્રહાર કરી શકે છે અથવા 350 કિલોમીટર સુધી જઈ પરત આવી શકે છે.
III. આ ટેકનોલોજીનું નામકરણ કમ્બાઈન્ડ એર ટીમીંગ સીસ્ટમ (CATS) કરવામાં આવ્યું છે.
IV. આ ટેકનોલોજી વિકસાવવામાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ ભાગીદાર છે.

ફક્ત I
ફક્ત I, II અને III
ફક્ત II, III અને IV
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP