સમય અને અંતર (Time and Distance)
એક બસ ત્રણ કલાકમાં 150 કિ.મી. અંતર કાપે છે. અને પછીના બે કલાકમાં પ્રતિકલાક 60 કિ.મી.ની ઝડપે મુસાફરી કરે છે. બસની પ્રતિકલાક સરેરાશ ઝડપ શોધો.
પ્રથમ ત્રણ કલાકમાં = 150 કિ.મી. પછીના બે કલાકમાં = 2 × 60 = 120 કિમી. અંતર = સમય X ઝડપ કુલ અંતર = 150 + 120 = 270 કિ.મી. કુલ સમય = 3 + 2 = 5 કલાક સરેરાશ ઝડપ = કુલ અંતર/કુલ સમય = 270/5 = 54 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance)
એક હોડીની શાંત પાણીમાં ઝડપ 10 કિ.મી./કલાક છે. આ હોડી 26 કિ.મી. અંતર નદીના પ્રવાહની દિશામાં અને 14 કિ.મી. અંતર નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે, તો નદીના પ્રવાહની ઝડપ શોધો.
સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ જતી વખતે ચાલતો જાય છે. અને પરત આવતી વખતે સ્કુટર પર આવે છે. તો પ્રવાસ માટે તેને 6 કલાક થાય છે. તે વ્યક્તિ જતા અને આવતા ચાલે 10 કલાક થાય છે. જો તે આવતા જતા સ્કુટર પર સવારી કરે તો કેટલો સમય લાગશે ?
ધારો કે ચાલવામાં x કલાક થાય અને સ્કુટર પર y ક્લાક થાય છે. x + y =6...(1) x + x = 10...(2) 2x = 10 x = 5 x ની કિંમત સમીકરણ(1) માં મૂકતા 5 + y = 6 y= 6-5 = 1 જો તે સ્કુટર પર જાય અને પરત આવે તો y + y = 1 +1 = 2 કલાક થાય.