GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના "પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ (PGI) – 2019-20'' બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પ્રદર્શન (Performance) ચકાસવા માટે આ પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ 70 સૂચકો (indicators) નો ઉપયોગ કરે છે. 2. આ PGI - 2019-20 ત્રીજી આવૃત્તિ છે. 3. પંજાબે 929 ગુણ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. 4. છત્તીસગઢ છેલ્લા ક્રમે રહ્યું.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
"રીટ" (Writs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોરપસ) જારી કરી શકાશે નહીં. 2. પરમાદેશ (મેન્ડેમસ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાશે નહી. 3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ (સર્શિયોરરી) વહીવટી સત્તામંડળો વિરૂધ્ધ પણ જારી કરી શકાશે. 4. અધિકાર-પૃચ્છા (ક્વો વોરંટો) કોઈપણ રસ ધરાવતી વ્યક્તિ (interested person) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ (aggrieved person) દ્વારા માંગી શકાતી નથી.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તમામ વીજચુંબકીય તરંગોમાં રેડીયો તરંગો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે. 2. રેડીયો તરંગો ફક્ત અવાજનું પ્રસારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. 3. રેડીયો તરંગો પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે અને એન્ટેના મારફતે વપરાશકર્તા દ્વારા ઝીલાય છે.