GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ પૈકી કયું એક પ્રાથમિક જામીનગીરી છે ?

પ્રારંભિક જાહેર દરખાસ્ત (IPO) દ્વારા બહાર પાડવામાં આવતા શેર.
ભારતીય રીઝર્વ બેંક (RBI) ને પુનઃ વટાવ માટે રજૂ કરવામાં આવેલ ટી-બિલ્સ.
અસ્તિત્વમાં રહેલ પેઢીના શેર જેનો વેપાર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) માં થાય છે,
અસ્તિત્વમાં રહેલ પેઢી દ્વારા બહાર પાડવામાં આવતા ડીબેન્ચર.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
આપેલ પૈકી એક પણ નહીં
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા.

આયાત અંકુશો
આયાત અવેજીકરણ
પૂર્ણ નિકાસ પ્રતિબંધ
આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું છે.
I. ઈન્વેન્ટરીમાં કાચી સામગ્રી, તૈયાર થયેલ માલ અને ચાલુ કામમાં રહેલ માલ સામેલ છે.
II. ઇન્વેન્ટરી એ કાર્યશીલ મૂડીનો એક ભાગ છે.
III. ઇન્વેન્ટરીમાં ખરીદવા માટે સંભવ્ય માલનો સમાવેશ થાય છે.

I, II અને III
I અને II
II અને III
I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વર્ષ 2002માં સરકારે કઈ સમિતિની ભલામણ પર SARFAEST કાયદો લાગૂ કર્યો ?

ઊર્જિત પટેલ સમિતિ
નરસિંહમ સમિતિ
એમ. એસ. વર્મા સમિતિ
ખાન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સતત ઓડીટ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

તે મોંઘુ છે.
જ્યારે સંસ્થા પાસે સારી આંતરિક અંકુશ પદ્ધતિ હોય ત્યારે તે જરૂરી છે.
તે દૈનિક ધોરણે હાથ ધરવામાં આવે છે.
તે નિયમિત અંતરાલમાં કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP