GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ચા ની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડો છે. તો ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
4%
6%
2%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
શિલ્પ માટેની સામગ્રી તરીકે 'સ્પોટેડ સેન્ડસ્ટોન' કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી ?

મથુરા
સારનાથ
અમરાવતી
ગાંધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ત્રિકોણ ABC માં D, E અને F એ અનુક્રમે AB, AC અને BC ના મધ્યબિંદુઓ છે. P, Q અને R એ DE, DF અને EF ના મધ્યબિંદુઓ છે. તો ત્રિકોણ PQR અને સમાંતરબાજુ ચતુષ્કોણ ADFE ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
1 : 3
1 : 2
1 : 8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઈમારતની ડીઝાઈન લી કૉર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી ?
I. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ
II. મીલ ઑનર્સ એસોસીયેશન, અમદાવાદ
III. ગાયકવાડ પૅલેસ, વડોદરા
IV. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ

ફક્ત II અને III
ફક્ત I અને III
ફક્ત II અને IV
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
1773 ના નિયામક ધારા (Regulating Act of 1773) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ ધારા દ્વારા સૌ પ્રથમ વાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને સ્વીકૃતિ મળી.
2. આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નરો બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવ્યા.
3. આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય.
2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય.
3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય.
4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP