ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંમદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં.
સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રુપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું.