GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?
I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદી
II. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદી
III. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી
નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર I અને III
માત્ર I અને II
માત્ર I
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે.
કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે.
ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો.

બંને (A) અને (R) સાચા નથી.
(A) સાચું નથી, પરંતુ (R) સાચું છે.
(A) અને (R) બંને સાચા છે.
(A) સાચું છે, પરંતુ (R) સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પુરવઠાની મુલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

જો ઉત્પાદન માટે જરૂરી સાધન સરળતાથી મળી રહે તો પુરવઠા મૂલ્ય અનપેક્ષ હશે.
ટકાઉ વસ્તુઓની સરખામણીમાં નાશવંત વસ્તુઓ નો પુરવઠો વધારે મૂલ્ય સાપેક્ષ હોય છે.
જો નિયોજકો ઉત્પાદન વધારવાનું જોખમ ખેડવા તૈયાર હશે તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે.
જો ઉત્પાદન વધારવાના કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થાય તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું રાજકોષીય નીતિનું સાધન નથી ?

પ્રત્યક્ષ કરવેરા
જાહેર ખર્ચ
જાહેર દેવું
રોકડ અનામત પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો.

અન્ય કોઈ પ્રકલ્પ
પ્રકલ્પ x
આપેલ પૈકી એક પણ નહીં
પ્રકલ્પ y

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચા નથી ?
I. કોઈપણ વસ્તુના બે મૂલ્ય હોય છે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય
II. ઉપયોગિતા મૂલ્ય એટલે જ તુષ્ટિ ગુણ
III. ઉપયોગિતા મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં વિનિમય મૂલ્ય હોઈ શકે
IV. વિનિમય મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં ઉપયોગીતા મૂલ્ય હોઈ શકે
આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.

ફક્ત IV
I અને IV
ફક્ત III
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP