GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નાણાંકીય નીતિના ધ્યેય તરીકે સ્વીકાર્ય નથી ?

પૂર્ણ રોજગારી
કિંમત સ્થિરતા
વિનિમય દર સ્થિરતા અને ચૂકવણી સંતુલનમાં સમતુલા
રાજકીય સ્થિરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પડતર હિસાબી પદ્ધતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આવક અને ખર્ચ નોંધવાથી શરૂ થાય છે અને આંકડાકીય માહિતી તૈયાર થતા પૂર્ણ થાય છે.
(II) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આંકડાકીય માહિતી તૈયાર કરવાથી શરૂ થાય છે અને આવક અને ખર્ચ નોંધવાથી પૂર્ણ થાય છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વેપારી બેંકો અને સહકારી બેંકોના તફાવત અને સમાનતાના સંદર્ભમાં નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો.

સહકારી બેંકો એ જોઈન્ટ સ્ટોક બેંકો છે. જ્યારે વેપારી બેંકો નથી
વેપારી બેંકો ભારતીય રિઝર્વ બેંકના સીધા અંકુશમાં હોય છે, જ્યારે સહકારી બેંકી સહકારી સમાજના રજીસ્ટ્રાર દ્વારા સ્થાપિત નિયમોને આધીન છે.
વેપારી બેંકો અને સહકારી બેંકો બંને બેકિંગ રેગ્યુલેશન એક્ટ દ્વારા સંચાલિત છે.
વેપારી બેંકો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેમાં દેખાય છે, જ્યારે સહકારી બેંકો માત્ર ખાનગી ક્ષેત્રમાં હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પડતર હિસાબી પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

વિવિધ સંજોગોમાં વેચાણકિમત નક્કી કરવી.
વિવિધ પરિસ્થિતિમાં પડતરની વિવિધ તકનીકો અને પધ્ધતિઓનો ઉપયોગ કરી પડતરની ખાતરી કરવામાં આવે છે.
કંપનીમાં કર્મચારી ભરતીની પધ્ધતિઓ નક્કી કરવી.
માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના પ્રમાણો સ્થાપિત કરી, કાર્યક્ષમતા નિશ્ચિત કરી અને અંકુશ રાખવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગ વક્રની નીચેની તરફની ગતિ દર્શાવે છે –

માંગમાં વધારો
કિંમતમાં વધારાને કારણે માંગમાં સંકોચન – સેટરિશ પેરિબસ
કિંમતમાં ઘટાડાને કારણે માંગમાં વિસ્તરણ – સેટરિશ પેરિબસ
માંગમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે :
(I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી.
(II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.

માત્ર (I)
(I) અને (II) બંને નહીં
(I) અને (II) બંને
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP