GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે. બરાબર બે જ રંગ ગમતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ?
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતની આર્થિક મોજણી 2020-2021 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારત આર્થિક મોજણી 2020-2021 કોવિડ યોધ્ધાઓ (વોરિયર્સ)ને સમર્પિત કરવામાં આવી હતી. 2. ભારતનું વાસ્તવિક ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) નાણાકીય વર્ષ 2021-22 માં 11% વૃદ્ધિ નોંધાશે અને નોમિનલ (Nominal) GDP 15.4% વધશે કે જે સ્વતંત્રતા બાદ સૌથી વધુ છે. 3. ભારતે ચાર સ્તંભ - નિવેશ (containment), રાજવૃત્તીય (fiscal), નાણાકીય (financial) અને લાંબા ગાળાના માળખાકીય સુધારાઓ - વાળી વ્યૂહરચના અપનાવી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી. 3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. 4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.