GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1.જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે. 2. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં. 3. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી. 2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. 3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં. 4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.