કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુતઃ સાચા અહેવાલની વર્તમાનપત્રમાં પ્રસિદ્ધના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં કોઈ પણ દિવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે નહીં.
રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહીં