GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
6 સભ્યો : P, Q, R, S, T અને U નું બનેલું ત્રણ પેઢીઓ ધરાવતું કુટુંબ એક વર્તુળાકાર ટેબલ પર ભોજન માટે બેઠું છે. જે પૈકી R, S અને T પુરુષો છે જ્યારે P, Q અને U સ્ત્રીઓ છે. આ કુટુંબમાં 2 પિતા, 2 માતા અને ભાઈ-બહેનની એક જોડ (Pair of siblings) છે. દંપતીઓમાંના પ્રત્યેક સભ્ય એકબીજાની સામે બેઠા છે. ત્રણેય પુરૂષો સાથે બેઠા છે, જે સ્ત્રીઓ માટે પણ સાચું છે. U એ T ની પુત્રવધૂ છે અને તે તેની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. U ની પુત્રી તેણીની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. તો U ના પતિની ડાબી તરફ બીજા સ્થાને કોણ બેઠું છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધનું / ના પરિણામ / પરિણામો હતું / હતાં ? I. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું. II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં. III. મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ "ખારડાની સંધિ" કરી.