સમય અને કામ (Time and Work)
ત્રણ પુરૂષ, ચાર સ્ત્રી અને છ બાળકોને એક કામ પૂરું કરતાં 7 દિવસ લાગે છે. એક સ્ત્રી એક પુરૂષ કરતાં બમણું અને એક બાળક એક પુરૂષ કરતાં અડધું કામ કરે છે. જો એકલી સ્ત્રીઓએ આ કામ 7 દિવસમાં પુરું કરવાનું હોય તો કેટલી સ્ત્રીઓની જરૂર પડે ?
3 પુરૂષો + 4 સ્ત્રીઓ + 6 બાળકો → 7 દિવસ
1.5 સ્રીઓ + 4 સ્ત્રીઓ + 1.5 સ્ત્રીઓ → 7 દિવસ
7 સ્ત્રીઓ → 7 દિવસ
આથી જો 7 દિવસમાં કામ પુરું કરવું હોય તો 7 સ્ત્રીઓ જોઈએ.
સમય અને કામ (Time and Work)
A અને B ભેગા મળી એક કામ 12 દિવસમાં કરી શકે, B અને C મળી 15 દિવસમાં તથા C અને A મળી 20 દિવસમાં કરી શકે છે. તો ત્રણેય ભેગા મળી કેટલા દિવસમાં કરી શકશે ?
12, 15 અને 20 નો લ.સા.અ. 60 થાય તેથી કુલ કામ 60 લીધું.
ત્રણેય ભેગા મળી રોજ 6 કામ કરી શકે તો કામ પુરું થતા લાગતો સમય = 60/6 = 10 દિવસ
સમય અને કામ (Time and Work)
મોહન અને સોહને સાથે મળીને એક કામ પૂરું કર્યુ જો મોહને ¼ ભાગનું કામ કર્યુ હોય તેનું મહેનતાણું રૂ. 800 મળે, તો સોહનને રૂ.___ મહેનતાણું મળે.
સમય અને કામ (Time and Work)
એક છાત્રાલયના કોઠા૨માં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિધાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?