GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સાતમા ભારત કૌશલ્ય અહેવાલ (7th India Skills Report) 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ અહેવાલ અનુસાર 2019 માં 86.21% વિદ્યાર્થીઓ રોજગાર માટે યોગ્ય અથવા નોકરી લેવા માટે તૈયાર છે. ii. ભારત કૌશલ્ય અહેવાલ (India Skills Report) એ UNDP, AICTE અને AIU ના સહયોગથી Wheelbox (Global Talent-Assessment Company), PeopleStrong અને CII ની સંયુક્ત પહેલ છે. iii. રોજગારની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ટોચના ક્રમના રાજ્ય તરીકે આવ્યું છે. iv. મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને કેરળ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવેલા છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકા જોડો. કર્તા a. મનુભાઈ પંચોળી b. પન્નાલાલ પટેલ c. ઈશ્વર પેટલીકર d. ચુનીલાલ મડિયા કૃતિ i. ઋણાનુબંધ ii. મીણ માટીના માનવી iii. ઝેર તો પીધાં છે જાણી જાણી iv. વ્યાજનો વારસ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ ઉષ્ણ કટિબંધીય છે. ii. રાજ્યનો મહત્તમ વિસ્તાર (31%) ઉત્તર ગુજરાત ક્ષેત્રનો શુષ્ક ઝોન છે. iii. દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદી ઝોન સૌથી ઓછો વિસ્તાર છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુપ્ત સામ્રાજ્ય શાસન દરમ્યાન ન્યાયાયિક કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i.ફોજદારી ગુનામાં વળતર કરતા દંડ પર વિશેષ ધ્યાન અપાતું ii. બ્રાહ્મણને ગમે તેટલા ગંભીર ગુના માટે પણ દેહાંતદંડની સજા થતી નહિ; એને માટે ભારેમાં ભારે સજા દેશનિકાલની હતી. iii. ફોજદારી ગુના માટે શુદ્ર કરતાં ક્ષત્રિયને બમણી અને બ્રાહ્મણને ચારગણી સજા થતી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
માનવ વિકાસ અહેવાલ 2019 (Human Development Report-2019) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ અહેવાલ પ્રમાણે 189 દેશોની યાદીમાં ભારત 129મા ક્રમે આવેલ છે. ii. 2017માં 130 મો ક્રમ ધરાવતું ભારત 1 ક્રમ ઉપર આવેલ છે. iii. આ યાદીમાં સ્વીડને પુનઃ ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. iv. આ અહેવાલ મુજબ 2005-06 થી 2015-16 સુધીમાં ભારતમાં 27.1 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.