સમય અને કામ (Time and Work)
A,B,C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ?
સમય અને કામ (Time and Work)
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ ક૨વામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?
સમય અને કામ (Time and Work)
A એક કામ 15 દિવસમાં અને B તેજ કામ 20 દિવસમાં પુરું કરી શકે છે. તે ભેગા મળી 4 દિવસ કામ કરે છે. તો કેટલું કામ બાકી રહ્યું હશે ?
સમય અને કામ (Time and Work)
A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ?
A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ.
A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ.
B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી
= 180 - 120 = 60 રૂ.