GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? 1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો. 2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો. 3. સતી પ્રથા પ્રચલિત હતી. 4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
"ગુજરાત મેદાન અને ટેકરી કૃષિ આબોહવાકીય ક્ષેત્ર’’ (Gujarat Plain and Hill Agro-Climatic zone) એ સાત પેટા આબોહવાકીય ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. નીચેના પૈકી કયા આ યાદીમાં સમાવિષ્ટ છે ? 1. ઉત્તર સૌરાષ્ટ્ર 2. ઉત્તર પશ્ચિમ શુષ્ક 3. દક્ષિણ સૌરાષ્ટ્ર નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સભા મોકૂફીની દરખાસ્ત બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1.તે એક અસાધારણ પ્રક્રિયા છે કે જે લોકસભાની સામાન્ય કાર્ય પ્રણાલીથી અલગ છે. 2. તેનો મુખ્ય હેતુ એ જાહેર મહત્વની બાબત પર તાત્કાલિક ગૃહનું ધ્યાન દોરવા માટેનો છે. 3. તે રાજ્યસભાને પણ લાગુ પડે છે. 4. તેને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Organic Light Emitting Diodes (OLEDs) બાબતે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ? 1. OLEDs એ કાર્ડબોર્ડ જેટલા પાતળા હોય છે. 2. OLEDs TV એ LED TVની સાપેક્ષમાં વધુ સારી ચિત્ર ભિન્નતા (Picture contrast) આપે છે. 3. OLED TV એ બાજુ તરફથી (from the side) પડદો તૂટી જાય તો પણ ચિત્ર દર્શાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.