GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની સીધા વિદેશી રોકાણ નીતિ હેઠળ સ્વચાલિત માર્ગ (automatic route) નો અર્થ ___ થાય.

આપેલ પૈકી એક પણ નહીં
બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી.
બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત માર્ગ (automatic route) હેઠળ મંજુરી મળતી નથી.
બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતને પરમાણુ પૂરા પાડનારા જૂથ (Nuclear Suppliers Group) (NSG) તરફથી મળેલ મુક્તિનું મહત્ત્વ શું છે ?

ભારત તેના પોતાના પરમાણુ રીએક્ટર ડીઝાઈન કરી શકે.
ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે.
ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે.
ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ભારતીય ક્રિકેટર રીષભ પંતે ICCના પ્રથમ ‘‘પ્લેયર ઓફ મન્થ’’ પુરસ્કાર જીત્યો. ___ દેશની ખેલાડીએ આ પુરસ્કાર મહિલા વર્ગમાં જીત્યો.

ઓસ્ટ્રેલિયા
વેસ્ટ ઈન્ડીઝ
દક્ષિણ આફ્રિકા
ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાનો હેતુ ___ છે.

ખાતર પૂરા પાડવા
કૃષિ ક્ષેત્રને ડિઝલ મુક્ત (De-dieselise) કરવું.
ઉચ્ચ ઉપજ આપતા બિયારણ પૂરા પાડવા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વન વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય.
2. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહિ પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
3. આરક્ષિત વનમાં જાહેર જનતા માટે ઈમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે.
4. સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.

1, 2, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના નવા કાર્યક્રમ “1000 ખેડૂત ઉત્પાદક સંગઠનોનું ગઠન અને પ્રોત્સાહન” (Formation and Promotion of 10,000 Farmer Producer Organizations - FPOs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ યોજના 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનો વિકાસ કરશે.
II. આ યોજના નાના, સીમાંત અને જમીન વિહોણા ખેડૂતોને સંકલિત કરશે.
III. આ યોજના 2020 સુધીમાં ખેતી નિકાસ બમણી કરવામાં મદદ કરશે.
IV. ખેડૂત ઉત્પાદક સંગઠનનો ક્લસ્ટર ખેતીને ઉત્તેજન આપશે.

ફક્ત III અને IV
I, II, III અને IV
ફક્ત I, II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP