GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયાં વિટામીન B-12ની ઉણપના લક્ષણો છે ? 1. ન્યુરોલોજીકલ લક્ષણો સંવેદનાત્મક અથવા મોટરની (motor) ઉણપનો સમાવેશ કરે છે. 2. હતાશા અને ચિત્તભ્રમ (dementia) મિથીઓનાઈનના ઓછા ઉત્પાદનને લીધે થતી ઉણપ છે. 3. જઠરાંત્રિય (Gastrointestinal) લક્ષણો કબજિયાત અને હળવા ઝાડા જેવા આંતરડાની ગતિમાં (bowel motility) ફેરફારોનો સમાવેશ કરે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. વિધેયક કે જે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાજ્યસભામાં અનિર્ણિત હોય – રદ થાય 2. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિની સમંતિ માટે બાકી હોય – રદ થાય 3. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા પુનર્વિચાર માટે પરત કરવામાં આવ્યું હોય – રદ થાય. 4. વિધેયક રાજ્યસભામાં અનિર્ણિત હોય પરંતુ લોકસભા દ્વારા પસાર કરવામાં ના આવ્યું હોય – રદ ન થાય
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. ખાનગી સભ્યો (private members) પણ સંસદમાં નાણા વિધેયક રજૂ કરી શકે છે. 2. રાજ્યસભા દ્વારા સાદુ વિધેયક વધુમાં વધુ છ મહીનાના સમયગાળા સુધી રોકી શકાય છે. 3. જો લોકસભા રાજ્યસભા દ્વારા નાણા વિધેયકમાં કરવામાં આવેલી ભલામણો સ્વીકારે તો તે વિધેયક લોકસભામાં ફરીથી પસાર કરવું પડે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત. • પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું. • આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો. • પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું. • ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું. • મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી. આંધ્રપ્રદેશે ક્યા વારે પ્રદર્શન રજૂ કર્યું ?