GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ 1971 ની વસ્તીગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી. 2. સન 2001ના 84માં સુધારાના અધિનિયમ અનુસાર વધુ 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવી. 3. 87મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવાનું જણાવ્યું.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઇ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે ? i. એશિયાઇ સિંહ ii. કળણનો મગર iii. જંગલી સૂવર iv. વાનર
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચાં છે ? 1. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતાં વધુ રહેશે નહીં. 2. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40ની રહેશે. 3. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 (ચાર છ ક્રમાંશ)સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે.