GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST એક્ટ 2017 ની કલમ 35(1) મુજબ, દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ સાચાં હિસાબો જાળવવા પડે છે કે જેમાં –
(I) માલનું ઉત્પાદન અથવા મેન્યુફેક્ચરીંગ
(II) માલ અથવા સેવા અથવા બંનેની આવક અને જાવકની સપ્લાય અંગેની
(III) માલનો સ્ટોક
(IV) ઈનપુટ ટેક્ષ ક્રેડીટના લીધેલ લાભની

માત્ર (I), (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
બધા જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક (IDBI) ના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી ?

IFCI અને UTI એ IDBI ના ગૌણ એકમો છે.
IDBI એ ભારતીય રિઝવ બેંકની અંશતઃ માલિકીવાળી ગૌણ બેંક છે.
IDBI ની સ્થાપના જુલાઈ 1964માં થઈ હતી.
IDBI ને સંપૂર્ણ સ્વાયત્તતા ફેબ્રુઆરી 1976માં આપવામાં આવેલ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ?
(I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
(II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.

માત્ર (II)
(I) અને (II) બંને
માત્ર (I)
(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો નાબાર્ડ સંબંધિત છે ?
(I) NABARD નું પૂર્ણ નામ National Bank for Agriculture and Radical Development છે.
(II) નાબાર્ડની સ્થાપના 12મી જુલાઈ, 1982માં થઈ.
(III) નાબાર્ડની સ્થાપના 12મી ડિસેમ્બર, 1982માં થઈ.
(IV) તે પ્રાદેશિક ગ્રામીણ બેંકોને પુન:ધિરાણ આપે છે, પરંતુ રાજ્ય સહકારી બેંકોને નહીં.

માત્ર (III) અને (IV)
માત્ર (I) અને (II)
માત્ર (II)
માત્ર (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ભારતીય બેકિંગ ક્ષેત્રના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) ચૌદ મોટી ખાનગી ક્ષેત્રની બેંકનું રાષ્ટ્રીયકરણ 1969માં થયું,
(II) વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ 1980 માં થયું
(III) બેંકિંગ કંપની (સંપાદન અને હસ્તાંતરણ) એક્ટનું અધિનિયમ 1970 માં આવ્યું.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP