કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સિટીઝન રજીસ્ટ્રેશન સિસ્ટમ ઓફ ઈન્ડિયા રિપોર્ટ (CRS) પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ રિપોર્ટ ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 2. આ રિપોર્ટ અનુસાર જન્મ સમયે ઉચ્ચ લિંગ ગુણોત્તર વર્ષ 2020માં સૌથી વધુ લદ્દાખમાં નોંધાયેલ છે. 3. આ રિપોર્ટ અનુસાર જન્મ સમયે સૌથી ઓછો લિંગ ગુણોત્તર નોંધાયેલ ટોચના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં મણિપુર (880), દાદરા અને નગર હવેલી અને દિવ અને દમણ (898), ગુજરાત (909), હરિયાણા (916) તથા મધ્યપ્રદેશ (921)નો સમાવેશ થાય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સુપ્રીમ કોર્ટે આ ચૂકાદામાં જણાવ્યું છે કે સેક્સ વર્કર્સ કાયદા હેઠળ સમાન રક્ષણ મેળવવા માટે હકદાર છે. અને ફોજદારી કાયદો ઉંમર અને સંમતિના આધારે તમામ કેસોમાં સમાનરૂપે લાગુ થવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ તેની વિશેષ સત્તાનો ઉપયોગ કરી સેક્સ વર્કને વ્યવસાય તરીકે માન્યતા આપી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે સેક્સ વર્ક ગેરકાયદેસર નથી, જ્યારે વેશ્યાલય ચલાવવું ગેરકાયદેસર છે. આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે પોલીસને વેશ્યાલય પર દોરડા પાડે છે ત્યારે સેક્સ વર્કરોની ધરપકડ, સજા, હેરાન કે ભેદભાવ ન કરવા સૂચના આપી છે.