GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર મહામારીના કારણે એશિયામાં ખાઘ અસુરક્ષા (food insecurity) નો સામનો કરી રહેલાં લોકોની સંખ્યા બમણી થઈને ___ મિલિયન થવા જઈ રહી છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે. 2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે. 3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે. 4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તિજોરી બિલો (Treasury Bills) વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તિજોરી બિલો ખૂબ જ તરલ (liquid) છે. 2. આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે. 3. માત્ર RBI અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં ખનીજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે. 2. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોક્સાઈટનો સમૃધ્ધ સ્ત્રોત છે. 3. ગુજરાતમાં મેંગેનીઝની કોઈ ખાણ મળી આવી નથી. 4. છોટાઉદેપુર ખાતે ફલોરસ્પારની ખાણ જોવા મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___