GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ચાલુકય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો. II. મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુકય રાજવંશના સ્થાપક હતાં. III. ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. કૃતિ I. મકસદ II. બીજી સવારનો સૂરજ III. ગુલાબ IV. કપુરનો દિવો કર્તા a. ચંદ્રવદન મહેતા b. નગીનદાસ મારફતીયા c. હસુ યાજ્ઞિક d. લાભશંકર ઠાકર
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે. તેમના વિધાનો આ મુજબ છે : J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે. K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે. L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી. પેટી 1 માં ___ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે. II. તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતાં હતાં. III. ભારતીય સંગીત વિષેની ચર્ચા "ઢોલસાગર" નામના સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક બસ કોઈપણ રોકાણ વિના સરેરાશ 70 કિમી / કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને રોકાણ સાથે તે સમાન અંતર 50 કિમી / કલાકની ઝડપે કાપે છે. તો તે પ્રતિ કલાકે કેટલો સમય રોકાઈ હશે ?