GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે? I. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824 માં થયો હતો. II. આર્યસમાજમાં મોટા ભાગલાં મુંબઈ ખાતે 1887 માં પડ્યાં. III. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો - વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે. તારણો : I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે. II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી.
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચે આપેલી આકૃતિમાં, સમદ્વિબાજુ ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ 72 ચો સેમી, BE = AB અને AB = 2 AD, AE || DC છે, તો સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે. તેમના વિધાનો આ મુજબ છે : J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે. K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે. L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી. જો આપણે K દ્વારા આપેલું બીજું વિધાન અવગણીએ અને તેણે આપેલું પહેલું વિધાન સાચું માનીએ, તો બાકીની શરતોનું પાલન કરતાં કેટલી ગોઠવણી શક્ય બનશે ?