GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી. II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઈમારતની ડીઝાઈન લી કૉર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી ? I. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ II. મીલ ઑનર્સ એસોસીયેશન, અમદાવાદ III. ગાયકવાડ પૅલેસ, વડોદરા IV. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે. 2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે. 3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે. તેમના વિધાનો આ મુજબ છે : J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે. K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે. L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી. પેટી 1 માં ___ છે.