GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. મકરવૃત્ત ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થતું હોવાથી રાજ્ય અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે.
ii. વન હેઠળ ગુજરાત આશરે 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે.
iii. ગુજરાત ભેજવાળા પાનખર જંગલો ડાંગ તથા સુરત ક્ષેત્રના વ્યારા વિસ્તારમાં જોવા મળે છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
RBI ના બાહ્ય વ્યાપારી લેણા (External Commercial Borrowings) (ECB)ના ધોરણો મુજબ, તમામ લાયક લેણદારોને માન્યતા પ્રાપ્ત ધીરનાર પાસેથી કાર્યકારી મૂડી અને સામાન્ય વ્યાવસાયિક હેતુઓ અર્થે ___ ની લઘુત્તમ સરેરાશ પરિપક્વતા અવધિ માટે ECBs ના ઉપાડની છૂટ મળે છે.

15 વર્ષ
10 વર્ષ
5 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સજીવોમાં નીચેના પૈકી કયું નવી પ્રજાતિઓની ઉત્પત્તિ લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે ?

વિયોજન (Isolation)
પ્રાકૃતિક પસંદગી (Natural Selection)
જાતિય પ્રજનન (Sexual Reproduction)
પરિવર્તન (Mutation)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે.
ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે.
iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i, ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો.
એક બોર્ડની પરીક્ષામાં, જીવવિજ્ઞાનમાં 55% પાસ થયા, અંગ્રેજીમાં 64% પાસ થયા, 56% સમાજવિદ્યામાં પાસ થયા, 24% જીવવિજ્ઞાન અને અંગ્રેજીમાં, 35% અંગ્રેજી અને સમાજવિદ્યામાં, 27% જીવવિજ્ઞાન અને સમાજવિદ્યામાં, અને 5% એકપણ વિષયમાં નહીં.
જો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો માત્ર જીવવિજ્ઞાનમાં કેટલા પાસ થયા હશે ?

30
10
આપેલ પૈકી એક પણ નહીં
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP