GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભાગીદારીના હિસાબોના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) ભાગીદારનું સ્થિર મૂડી ખાતું નવી મૂડી લાવે ત્યારે જમા થાય છે અથવા મૂડીનો ઉપાડ આવે ત્યારે ઉધાર થાય છે.
(II) ભાગીદારના ચાલુખાતામાં ઉપાડ, મૂડી પર વ્યાજ, કમિશન, પગાર અને નફા કે ખોટમાં ભાગને લગતા બધાં વ્યવહારો નોંધવામાં આવે છે.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં ઉપયોગમાં લેવાતી વિવિધ હિસાબી નીતિઓ અને કાર્યવાહીઓને સંવાદી બનાવવાની જરૂરિયાત ધ્યાનમાં રાખીને ભારતની ધી ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડીયાએ એકાઉન્ટીંગ સ્ટાન્ડ્ઝ બોર્ડ (ASB - હિસાબી ધોરણ પંચ)ની રચના કરી. હિસાબી ધોરણ પંચ (ASB)ની સ્થાપના ક્યારે થઈ ?

21મી મે, 1977
21મી જુલાઈ, 1977
21મી એપ્રિલ, 1977
21મી નવેમ્બર, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટોક અને પુરવઠાના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ?

સ્ટોક ઉત્પાદનમાંથી આવે છે.
સ્ટોક અને પુરવઠો એક જ છે.
પુરવઠો એ સ્ટોકની રકમ છે કે જે નિયત કિંમતે વેચાણ માટે આપવામાં આવે છે.
સ્ટોક સંભવિત પુરવઠાને નક્કી કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વ્યાપારી બેંકો વ્યાપકપણે બે માપદંડોને આધારે વર્ગીકૃત થાય છે : વૈધાનિક અને માલીકી. નીચેનામાંથી આ સંબંધિત સાચો જવાબ પસંદ કરો.

માત્ર બિન શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે.
માત્ર શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે.
માત્ર શિડ્યુલ્ડ બેંકો અને ખાનગી બેંકો વૈધાનિક છે.
માત્ર શિડ્યુલ્ડ અને બિનશિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની વિગતો ધ્યાનમાં લો.
(I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં
(II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે.
(III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે.
(IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ.
નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
બધા જ સાચાં છે.
માત્ર (I) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની ચૂકવણી સમતુલાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) 1956-57થી 1975 -76 ના સમયગાળો (સમયગાળો-I) અને 1980-81 થી 1990-91નો સમયગાળો (સમયગાળો-III) દરમિયાન સતત ચૂકવણી સંતુલનની સમસ્યા રહી છે.
(II) 1976-77 થી 1979-80 (સમયગાળો-II) દરમિયાન ચૂકવણી – સંતુલન અને વિદેશી વિનિમય અનામતોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો દેખાયો છે.

(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP