GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત, સંચાલકીય નિષ્ણાંતની સેવા અથવા અન્ય વધારાની સગવડતા માટે ભાગીદારો એક અથવા વધારે વ્યક્તિઓને ભાગીદારી પેઢીમાં પ્રવેશ માટે સંમતિ આપે છે. નીચેના પૈકી કયો / ક્યાં ફેરફાર નવા ભાગીદારના પ્રવેશથી ભાગીદારી પેઢીમાં ઉદ્ભવે છે.
(I) નવા ભાગીદારને બે કાયદાકીય હકો મળે છે, એટલે કે ભાગીદારી પેઢીની મિલકતમાં હિસ્સાનો અધિકાર અને ભાગીદારી પેઢીના નફામાં હિસ્સાનો અધિકાર
(II) ભાગીદારી પેઢીનું બંધારણ બદલાય છે.

માત્ર (II)
માત્ર (I)
(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય EXIM બેંકના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે.
EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ
ખરીદનારની શાખ વધારે છે.
મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જેમ્સ વૉલ્ટરે શૅરના મૂલ્યાંકનનું મૉડેલ પ્રસ્તાવિત કર્યું છે કે જે પેઢીની ડિવિડન્ડ નીતિ એ શૅરના મૂલ્યાંકનની ધારક છે તે દૃષ્ટિબિંદુને સહાય કરે છે. નીચેના પૈકી કઈ ધારણા આ મૉડેલ સાથે સુસંગત નથી ?

પેઢી એ બધા જ ઈક્વીટી દ્વારા નાણા પૂરા થયેલના આધારે અસ્તિત્વ ધરાવે છે.
પેઢીનું આયુષ્ય મર્યાદિત છે.
રોકાણનો નિર્ણય એ ડિવિડન્ડના નિર્ણય પર આધારિત છે.
રોકાણ પર વળતરનો દર સતત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સૂત્ર બિંદુ સાપેક્ષતા માપવાનું છે ?

બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ
બિંદુ સાપેક્ષતા = માંગ વક્રનું ઉપરનું આત્યંતિક બિંદુ / માંગ વક્રનું નીચેનું આત્યંતિક બિંદુ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગવક્રનો નીચેનો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પડતર હિસાબી પદ્ધતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આવક અને ખર્ચ નોંધવાથી શરૂ થાય છે અને આંકડાકીય માહિતી તૈયાર થતા પૂર્ણ થાય છે.
(II) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આંકડાકીય માહિતી તૈયાર કરવાથી શરૂ થાય છે અને આવક અને ખર્ચ નોંધવાથી પૂર્ણ થાય છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ.
(II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી.
(III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે.
(IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.

(I) અને (III)
(II) અને (IV)
એકપણ નહીં
બધાં જ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP