GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન 2. મેનગ્રુવ વન 3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન 4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન યાદી-II a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે. b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે. c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે. d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે. 2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે. ૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. 4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે ? 1. ફુગાવા દરમ્યાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે. 2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે. 3. ફુગાવા દરમ્યાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.