GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી.
II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં.
III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી.

ફક્ત I અને III
ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ?

ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
વલ્લભાચાર્ય
ચૈતન્ય મહાપ્રભુ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ.
II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું.
III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું.
IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.

ફક્ત I, III અને IV
ફક્ત I, II અને III
ફક્ત I, II અને IV
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય.
2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય.
3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય.
4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.

માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
P 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને Q 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. તો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે તેવી સંભાવના છે ?

15%
35%
5%
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : સંસદ સંદર્ભે રાષ્ટ્રપતિએ બંધારણ હેઠળ કેટલાક બીજા કાર્યો કરવાના હોય છે.
તારણો :
I. રાષ્ટ્રપતિ સંસદના મોટા ભાગના કાર્યો કરે છે.
II. રાષ્ટ્રપતિ માત્ર સંસદના સંદર્ભમાં જ કાર્યો કરે છે.

જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP