GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
હિસાબી ધોરણ મુજબ સેગમેન્ટ રિપોર્ટીંગ (વિભાગીય અહેવાલની રજૂઆત)ના સંબંધિત નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
(I) આ હિસાબી ધોરણનો ઉદ્દેશ ઉદ્યોગ સાહસ (એન્ટરપ્રાઈઝ)ની નાણાકીય માહિતીના અહેવાલના સિધ્ધાંત સ્થાપિત કરવાનો છે કે જે વિવિધ પ્રકારની પેદાશો અને સેવાઓ ઉત્પાદિત કરી, વિવિધ ભૌગોલિક વિસ્તારમાં કામગીરી કરે છે.
(II) ઉદ્યોગ સાહસે (એન્ટરપ્રાઈઝ) આ હિસાબીધોરણની પંસદગીયુક્ત જરૂરિયાતનું પાલન કરવું જોઈએ.
(III) જો એક જ નાણાકીય અહેવાલમાં પિતૃ કંપનીના એકત્રિત નાણાકીય પત્રકો અને અલગ નાણાકીય પત્રકો હોય તો, વિભાગીય માહિતી એકત્રિત નાણાકીય પત્રકના આધારે જ રજૂ થાય છે.

એકપણ સાચું નથી.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ભારતીય બેકિંગ ક્ષેત્રના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) ચૌદ મોટી ખાનગી ક્ષેત્રની બેંકનું રાષ્ટ્રીયકરણ 1969માં થયું,
(II) વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ 1980 માં થયું
(III) બેંકિંગ કંપની (સંપાદન અને હસ્તાંતરણ) એક્ટનું અધિનિયમ 1970 માં આવ્યું.

બધાં જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
"ભારતીય નાણાવ્યવસ્થા મુખ્ય સામાજિક ઉદ્દેશો સંતોષકારક મેળવવામાં નિષ્ફળ રહી છે કારણ સરકારને મોટા પ્રમાણમાં અયોગ્ય રીતે / અનુચિત બેંકીગ ક્રેડિટ છે.’’ નીચેના પૈકી કઈ સમિતિનું આ અવલોકન છે ?

સુખમોય ચક્રવર્તી સમિતિ
નરસિંહમ સમિતિ
રંગરાજન સમિતિ
વિમલ જાલન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ પધ્ધતિમાં, તપાસ યાદી (ચેકલિસ્ટ)માં સમાવિષ્ટ સૂચનાઓ ___ એ અનુસરવાની હોય છે.

સંસ્થાના કર્મચારીઓ
ઑડિટ સહાયકો
આંતરિક ઑડિટર
બાહ્ય ઑડિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.
ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.
સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.
અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિ-પદી વિતરણના અંદાજને પોયસન વિતરણ તરીકે ઓળખવામાં આવે છે.
(I) પ્રયત્નોની સંખ્યા ખુબ ઓછી છે.
(II) સફળતાની સંભાવના ખૂબ વધુ છે.
(III) સફળતાની સરેરાશ સંખ્યા એ નિશ્ચિત છે.

બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (III) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP