GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. અખો ભગત
II. પ્રેમાનંદ
III. પ્રીતમ
IV. નરસિંહ મહેતા
a. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણા
b. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.
c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.
d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે
સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે

I-a, II-b, III-c, IV-d
I-b, II-a, III-c, IV-d
I-d, II-c, III-b, IV-a
I-c, II-d, III-a, IV-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ચાલુકય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો.
II. મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુકય રાજવંશના સ્થાપક હતાં.
III. ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.

ફક્ત I
ફક્ત II
ફક્ત I અને II
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે.
તેમના વિધાનો આ મુજબ છે :
J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે.
K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે.
L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી.
પેટી 1 માં ___ છે.

લાલ દડો
પીળો દડો
નક્કી કરી શકાય નહીં
લીલો દડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ચા ની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડો છે. તો ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે ?

2%
6%
આપેલ પૈકી કોઈ નહીં
4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વિધાન : શું બાળકો તેમના માબાપની વૃદ્ધાવસ્થા દરમ્યાન કાળજી લે તે માટે તેમને કાયદાથી જવાબદાર બનાવવા જોઈએ ?
દલીલો :
I. આવી બાબતો ફક્ત કાયદા દ્વારા જ ઉકેલી શકાય.
II. હા. ગરીબ માબાપને આ રીતે જ કંઈક રાહત મળશે.

ફક્ત દલીલ I મજબૂત છે.
ફક્ત દલીલ II મજબૂત છે.
દલીલ I અથવા II મજબૂત છે.
દલીલ I કે II પૈકી કોઈ મજબૂત નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
X અને Y ની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. તથા 5 વર્ષ પછી તે 7:10 થશે. તો આજથી 15 વર્ષ પછી તે ગુણોત્તર કેટલો થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
3 : 4
3 : 5
4 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP