GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (IFCI) ના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) IFCIની સ્થાપના 1949માં થઈ હતી.
(II) IFCI ની પચાસ ટકા શેરમૂડી IDBI ધારણ કરે છે જ્યારે બાકીની પચાસ ટકા વેપારી બેંકો અને સહકારી બેંકો ધારણ કરે છે.
(III) IFCI ની સત્તાવાર મૂડીમાં IFC (એમેન્ડમેન્ટ) એક્ટ, 1972 થી રૂા. 10 કરોડથી વધારીને રૂા. 30 કરોડ કરવામાં આવેલ છે.
(IV) IFCI એ ઔદ્યોગિક એકમના શૅર, સ્ટોક, બોન્ડ અથવા ડિબેન્ચર બહાર પાડતા બાંહેધરીનું કામ કરે છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (II) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાનો રિટર્ન ફાઈલીંગના સંદર્ભમાં પ્રાસંગિક વ્યક્તિના કેસમાં GST ના નિયમો મુજબ સાચાં છે ?
(I) ફોર્મ GSTR-1 કે જે માલ અને સેવાના બાહ્ય સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસે કે પહેલા ભરવા પડે છે.
(II) ફોર્મ GSTR-2 કે જે આંતરિક સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસ બાદ પરંતુ 15મા દિવસ પહેલા ભરવા પડે છે.
(III) ફોર્મ GSTR-3 કે જે પછીના મહિનાના 15મા દિવસ બાદ પરંતુ 20મા દિવસ પહેલા ભરવા પડે છે.

બધા જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જેમ્સ વૉલ્ટરે શૅરના મૂલ્યાંકનનું મૉડેલ પ્રસ્તાવિત કર્યું છે કે જે પેઢીની ડિવિડન્ડ નીતિ એ શૅરના મૂલ્યાંકનની ધારક છે તે દૃષ્ટિબિંદુને સહાય કરે છે. નીચેના પૈકી કઈ ધારણા આ મૉડેલ સાથે સુસંગત નથી ?

રોકાણનો નિર્ણય એ ડિવિડન્ડના નિર્ણય પર આધારિત છે.
પેઢી એ બધા જ ઈક્વીટી દ્વારા નાણા પૂરા થયેલના આધારે અસ્તિત્વ ધરાવે છે.
રોકાણ પર વળતરનો દર સતત છે.
પેઢીનું આયુષ્ય મર્યાદિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

પ્રો. ડેલ્ટન
પ્રો. એમ. એચ. ડીકોક
પ્રો. રાઈટ્સમેન
પ્રો. મિલ્ટન ફિડમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) માંગ વક્રમાં ઘટતું વલણ એ કિંમત ઘટાડા દ્વારા માંગનું વિસ્તરણ સૂચવે છે.
(II) માંગ વક્રમાં વધતુ વલણ એ કિંમત વધારા દ્વારા માંગનું સંકોચન સૂચવે છે.
(III) માંગ વક્રનું ઉપર તરફ જવું એ માંગમાં વધારો સૂચવે છે અને માંગવકનું નીચે તરફ જવું તે માંગમાં ઘટાડો સૂચવે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) કંપનીની મૂડી પડતર એટલે વર્તમાન મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે. જે વર્તમાન મિલકતોનું ધંધાકીય જોખમ અને વર્તમાન કાર્યરત્ મૂડીમાળખાનું પ્રતિબિંબ છે.
(II) યોજનાની મૂડી પડતર એટલે મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે કે જે નવી યોજના અથવા રોકાણ કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP