GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે. 2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે. 3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે. 4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં આરંભ થયેલ નવા આર્થિક સુધારામાં ___ સમાવિષ્ટ છે. 1. પૂરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે મેક્રોઈકોનોમીક સ્થિરીકરણ (Microeconomic Stabilization as Supply side Management) 2. પૂરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે માળખાગત સુધારા (Structural Reforms as Supply side Management) 3. માંગ પાસાલક્ષી વ્યવસ્થા તરીકે આર્થિક સમાયોજન (Fiscal adjustment as demand-side adjustment)
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ખડકો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે. 2. રૂપાંતરિત ખડકો એ છે કે જે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવ સજીવોની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થાય છે અને પથ્થરમાં ફેરવાઈ જાય છે. 3. આરસપહાણ રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે, ક્વાર્ટઝાઈટ રૂપાંતરીત રેતીનો પથ્થર છે.