GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નેટ મીટરીંગ (Net Metering) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે વિજળી વિતરણ વ્યવસ્થાઓ (electricity distribution systems) ઉપર તાણ/દવાબ (strain) ઓછો કરે છે.
2. તે ઉપયોગિતાઓને (utilities) તેમના મહત્તમ / ટોચના વિજળી ભાર (peak electricity loads) નો વધુ સારી રીતે પ્રબંધ કરાવે છે.
3. તે એક બિલીંગ મિકેનીઝમ (Billing Mechanism) છે કે જે સૌર ઊર્જા સીસ્ટમના માલિકોને તેઓ ગ્રીડમાં જે વિજળી ઉમેરે છે તે જમા (credit) આપે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મોતિયા (Cataract) ના લક્ષણોમાં નિસ્તેજ રંગો દેખાવા, ઝાંખી દૃષ્ટિ, પ્રકાશની આસપાસ પ્રભામંડળનો સમાવેશ થાય છે.
2. આંખના લેન્સની કેન્દ્રીય લંબાઈ ગમે તેટલી હદ સુધી ઘટાડી શકાય છે.
3. નેત્રપટલ (retina) મોટી સંખ્યામાં પ્રકાશ સંવેદનશીલ કોષો ધરાવે છે કે જે તેના ઉપર પ્રકાશ પડતાં સક્રિય થાય છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે ___ ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી.

નવસારી
જંબુસર
નડીયાદ
રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP