GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
P 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને Q 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. તો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે તેવી સંભાવના છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય. 2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય. 3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય. 4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી. 2. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી. 3. અન્ય જ્ઞાતિઓને (મુસ્લિમ તથા શીખ)ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી. 4. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે. II. સુશ્રુત સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે. III. 'વાત્', 'પિત્ત' અને 'કફ', ત્રણે દોષો આયુર્વેદમાં મુખ્ય છે.