GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
S-400 મિસાઈલ સીસ્ટમ કે જે ભારત રશિયા પાસેથી ખરીદવાનું છે તે બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. ભારતે કુલ 5 S-400 મિસાઈલ સીસ્ટમ ખરીદવાના કરાર ઉપર સહી કરી છે. II. આ S-400 મિસાઈલ સીસ્ટમ એ જમીન ઉપરથી હવા મિસાઈલ પરિવારની S-300 મિસાઈલની સુધારેલી આવૃત્તિ (Upgraded version) છે. III. મિસાઈલ સીસ્ટમની રવાનગી (delivery) 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયાં નથી. 2. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે. 3. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. 4. વિવિધ નદી સહાયક નદીઓમાં (tributaries) રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016માં સેતુ ભારતમનો આરંભ કરવામાં આવ્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તિજોરી બિલો (Treasury Bills) વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તિજોરી બિલો ખૂબ જ તરલ (liquid) છે. 2. આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે. 3. માત્ર RBI અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે.