GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
સ્ટેમ સેલ્સ (Stem Cells) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શરીર અથવા પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિઓ હેઠળ સ્ટેમ સેલ પુત્રી કોષો (daughter cells) તરીકે વધુ કોષોના નિર્માણ માટે વિભાજીત થાય છે.
2. આ પુત્રી કોષો નવા સ્ટેમ સેલ બને છે અથવા વિશિષ્ટકોષો બને છે.
3. વૈજ્ઞાનિકો નિયમિત પુખ્ત કોષોને આનુવંશિક રીપ્રોગ્રામીંગનો ઉપયોગ કરીને સ્ટેમ સેલમાં પરિવર્તિત કરવાના હજુ પ્રયત્નો કરી રહ્યા છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મંગળ ભ્રમણકક્ષા મિશન (The Mars Orbiter Mission) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે ISRO દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે.
2. ISRO મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની છે.
3. ભારત મંગળ ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અરવલ્લી પર્વતો વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
તે વિશ્વના સૌથી જૂના ખંડ (block) પર્વતોમાના એક છે.
દિલ્હી સ્થિત રાયસીના (Raisina)ટેકરી વાસ્તવમાં અરવલ્લી સમુદાયનો એક ભાગ છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. જો બે કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે.
2. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે.
3. પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકશે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે.
2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે.
3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP