GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ ઠરાવમાં (Objective Resolution) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યાં ?
1. તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી.
2. લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો, અને કચડાયેલાં અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ.
3. વિશ્વમાં ભારતનું હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું.
4. ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવાં ઠરાવ કરવો.

ફક્ત 1 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમે 11 પ્રાન્તો પૈકી 6 પ્રાન્તોમાં દ્વિસંગીકરણ (Bicameralism) દાખલ કર્યું.
2. આ અધિનિયમ કચડાયેલાં વર્ગો માટે અલગ મતદાર મંડળો (electorates) અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત લાગુ કર્યો.
3. આ અધિનિયમે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક્ક છે.
2. વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક્ક છે.
૩. ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુદેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
"રીટ" (Writs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોરપસ) જારી કરી શકાશે નહીં.
2. પરમાદેશ (મેન્ડેમસ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાશે નહી.
3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ (સર્શિયોરરી) વહીવટી સત્તામંડળો વિરૂધ્ધ પણ જારી કરી શકાશે.
4. અધિકાર-પૃચ્છા (ક્વો વોરંટો) કોઈપણ રસ ધરાવતી વ્યક્તિ (interested person) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ (aggrieved person) દ્વારા માંગી શકાતી નથી.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
એસ.આર. બોમ્માઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાયી છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે.
રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાઓ ઉપર પોતાની અનુમતી ફક્ત પ્રથમવારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજીવારના કિસ્સામાં પણ રોકી રાખી શકશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP