GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કરવેરા લગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી.
2. પરંતુ GST બાબતે 101મા સુધારા અધિનિયમ, 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે.
3. જ્યાં પુરવઠો રાજ્યની બહાર પુરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમો જારી કરી શકે છે.
2. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહીના બાદ નિષ્ક્રિય થઈ જાય છે.
3. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન કોઈપણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કર્યા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભે રાષ્ટ્રપતિની એ અંગેની ખાતરી ન્યાયિક સમીક્ષાથી પર છે.
2. સંસદ દ્વારા રાષ્ટ્રપતિની ઉદ્ઘોષણાને મંજૂરી અપાયાં બાદ જ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ.
3. સંસદની મંજૂરી અપાયા પહેલાં, રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે પરંતુ તેને બરતરફ (dismiss) કરી શકતા નથી.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદ્દો ના સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ તેમની 5 વર્ષની મુદત બાદ ધારણ કરી શકે છે.
2. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લગત ઠરાવ સૌ પ્રથમ ફક્ત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે.
3. દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટીસ અપાયા સિવાય રજૂ કરી શકાશે નહીં.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે ?
1. મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં.
2. ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે.
3. 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP