GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના સર્વોચ્ચ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ, 1996 હેઠળ આંતરરાષ્ટ્રીય વાણિજ્યક લવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ શરૂ કરી શકય છે.
2. ફક્ત નોંધાયેલા વકીલો (Advocntes on Record) સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ કોઈ બાબત અથવા દસ્તાવેજ દાખલ કરવા માટેની પાત્રતા ધરાવે છે.
૩. કોઈપણ દીવાની અથવા ફોજદારી કેસને એક રાજ્યની ઉચ્ચ અદાલતમાંથી બીજા રાજ્યની ઉચ્ચ અદાલતમાં સીધો તબદીલ કરવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલયની અપીલીય હકૂમત (appellate jurisdiction) હેઠળ આવે છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રાજ્ય વિધાન પરિષદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. વિધાન પરિષદની મહત્તમ સભ્ય સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 જેટલી નિયત કરવામાં આવી છે.
2. વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળોના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
3. વિધાન પરિષદના 1/12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની કક્ષા કરતા નીચલી કક્ષાના ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતા હોય તેવા શિક્ષકો દ્વારા ચૂંટાશે.
4. વિધાન પરિષદના કુલ સભ્યોના 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
73મા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આ અધિનિયમે કુલ બેઠકોની 1/3 કરતા ઓછી નહીં એટલી બેઠકો (અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની સ્ત્રીઓ માટે આરક્ષિત બેઠકોને બાદ કરતા) સ્ત્રીઓ માટે આરક્ષિત રાખવાની જોગવાઈ કરી છે.
આપેલ પૈકી કોઈ નહીં
આ અધિનિયમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના રાજ્યની કુલ વસ્તીના પ્રમાણ મુજબ પંચાયતોમાં બેઠકોના આરક્ષણ માટે જોગવાઈ કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
74મા બંધારણીય સુધારા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

બે લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે.
આપેલ પૈકી કોઈ નહીં
આ અધિનિયમે દરેક રાજ્યમાં ત્રણ પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સંઘ લોક સેવા આયોગ (UPSC) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

સંયુક્ત લોક સેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે.
આપેલ પૈકી કોઈ નહીં
અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે.
બંધારણ UPSCમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદરહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP