કહેવત (Proverb)
કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો.

આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ
લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે
આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે
વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો.

તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં
જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી
ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા
ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ?

ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય
ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં
ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં
કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP