સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ 3 આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ શૂન્ય આવે છે, તો તે સંખ્યા કઈ ?