GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે.
2. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે.
3. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારની જનની સુરક્ષા યોજના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. જનની સુરક્ષા યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળની સલામત માતૃત્વ માટેની દરમ્યાનગીરી છે.
ii. જનની સુરક્ષા યોજના અનુસાર ગુજરાત એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ સાથે ઓછી કામગીરી કરતાં રાજ્યોની શ્રેણી હેઠળ આવે છે.
iii. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદેશ ગરીબ ગર્ભવતી મહિલાઓમાં સંસ્થાકીય પ્રસુતિને ઉત્તેજન આપી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવાનો છે.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અર્થશાસ્ત્રમાં, "બલૂન ચૂકવણી(Balloon Payment)" ના સંદર્ભ ___ છે.

ચેક દ્વારા થયેલ ચૂકવણી
લોનની પરત ચૂકવણી કરવામાં છટકી જવું.
બલૂન ચૂકવણી એટલે લોન સાથે જોડાયેલ એક સામટી (lump sum) ચૂકવણી
ડીજીટલ ચૂકવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઘઉંના વાવેતર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે એવી જમીનમાં સરસ રીતે પાકે છે કે જે ગોરાડુ જમીનની જેમ પાણીને સરળતાથી નીકળી જવા દેતી નથી.
2. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશનો પાક છે.
3. તેના માટે પાક ઉગાડવાની ઋતુમાં માફકસરનો વરસાદ અને લણણીના સમયે તેજસ્વી સૂર્ય પ્રકાશ જરૂરી છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
1. વિખંડન (Fission) અને સંલયન (Fusion) બંને નાભિકીય (Nuclear) પ્રતિક્રિયાઓ (Reactions) છે જે ઊર્જા (Energy) ઉત્પન્ન કરે છે.
2. વિખંડન (Fission) એવી પ્રક્રિયા છે જેમાં બે હલકા નાભિક (Nuclei) એકસાથે ભેગા થાય છે.
3. સંલયન (Fusion) ભારે અસ્થાયી (Unstable) નાભિ (Nucleus) ને બે હલકા નાભિક (Nuclei) માં વિભાજીત કરવાની પ્રક્રિયા છે.

ફક્ત 1
ફક્ત 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15% ના સાદાવ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે ?

6:4:3
6:3:2
9:6:4
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP