GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સભા મોકૂફીની દરખાસ્ત બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1.તે એક અસાધારણ પ્રક્રિયા છે કે જે લોકસભાની સામાન્ય કાર્ય પ્રણાલીથી અલગ છે.
2. તેનો મુખ્ય હેતુ એ જાહેર મહત્વની બાબત પર તાત્કાલિક ગૃહનું ધ્યાન દોરવા માટેનો છે.
3. તે રાજ્યસભાને પણ લાગુ પડે છે.
4. તેને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી વધુ લંબાઈના રોડ વિકસાવવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ?

પશ્ચિમ બંગાળ
ગુજરાત
આપેલ પૈકી એક પણ નહીં
છત્તીસગઢ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. પાલક એ વિટામીન A નો સારો સ્ત્રોત છે.
2. સાંધામાં દુઃખાવાના કારણોમાંનું એક એ વિટામીન C ની ઉણપ છે.
3. આહારમાં વિટામીન D ની વધુ માત્રા એ કેલ્શીયમના શોષણની ક્ષમતા ઓછી કરે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નાનાલાલ દલપતરામ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. ‘પંખીડો’ એ તેમના દ્વારા રચિત ટૂંકી વાર્તાનો સંગ્રહ છે.
2. ‘કવિશ્વર દલપતરામ' એ નાનાલાલ દલપતરામની આત્મકથા છે.
3. તેમણે 5 ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના નીચેના પૈકીના કયા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતિ કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ?

મેડારામ આદિજાતિ તહેવાર
ચિત્ર વિચિત્ર મેળો
આપેલ પૈકી કોઈ નહીં
આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP